બોટાદ જિલ્લાના ચર્ચિત ખેડૂત હત્યા કેસમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે હત્યાના આરોપી કિરણ ઉર્ફે કરો ભાઈલાલ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે.

ઈશ્વરીયા ગામમાં 16 ડિસેમ્બર 2023ના રોજ હત્યા

માહિતી મુજબ, આ ઘટના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામમાં 16 ડિસેમ્બર 2023ના રોજ બની હતી. ખેડૂત નિતુભા કરણુભા ગોહિલની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

એક વ્યક્તિની દીકરી સાથે આરોપીનો પ્રેમ સંબંધ

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે મૃતક ખેડૂતે પોતાની જમીન આરોપીને ભાગે વાવવા માટે આપી હતી. તે દરમિયાન બાજુની જમીન વાવતા એક વ્યક્તિની દીકરી સાથે આરોપીનો પ્રેમ સંબંધ હતો. આ બાબતને લઈને દીકરીના પિતાએ મૃતક ખેડૂત પાસે ફરીયાદ કરી હતી.

પ્રેમ સંબંધમાં ઠપકો આપતા ખેડૂતની હત્યા કરી હતી

ફરીયાદ બાદ મૃતક ખેડૂતે આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઘટનાથી આરોપીએ મનમાં દુશ્મનાવટ રાખી હતી. ત્યારબાદ આરોપીએ ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

 આજીવન કેદની સજા ફટકારી

કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાને ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો---     Kutch : 54000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઇને શિવાલિક જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે