રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કથિત ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે ગામ તળ વિસ્તારમાં આવેલા પવિત્ર કબ્રસ્તાન અને સ્મશાનની સામે ત્રિવેણી નદીના તટ પર ભૂમાફ્યિાઓ દ્વારા ગુરુવારે રાત્રિના સુમારે ગૌમાતાની સમાધી ઉખેડીને છઠ્ઠી વખત ગેરકાયદે રેતી ચોરી કરવામાં આવી છે. આ ગંભીર મામલે અગાઉ ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રી તેમજ બોટાદ જિલ્લા ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરવા છતાંય કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો