સાળંગપુર : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ મંદિર ખાતે તા. 22મીને મંગળવારે જલઝીલણી(પરિવર્તિ) એકાદશીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દાદાને ફળોનો અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ શ્રીઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યો હતો. તેમજ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી એવં નારાયણમુની સ્વામી વગેરે દ્વારા કરવામાં આવી હતી. જલઝીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ અને ઉમંગ સાથે ગણપતિ વિસર્જન વિશેષ પૂજન અર્ચન, ધાર્મિક વિધિ અને શાસ્ત્ર્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે ગણપતિ વિસર્જનની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપ્પાની આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી. ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આનાના નારા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હરિભક્તોએ મંગળવારે દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો