બોટાદ જિલ્લા સહિત સમગ્ર સ્વચ્છ મિશન ચાલી રહ્યું છે , જેમાં બોટાદ શહેરને પણ વધુ સ્વચ્છ બનાવવા સરકાર પ્રયત્નો તો કરી રહી છે ત્યારે બીજી તરફ્ કાળજીપૂર્વક કામ કરવામાં બોટાદ નગરપાલિકા આળસ મરડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ,કારણ કે ઓનલાઇન ફરિયાદો તો કરવામાં આવે છે પણ કામગીરી થતી નથી ,પ્રમુખ અને ચીફ્ ઓફ્સિરે આ બાબત ગંભીર ગણીને પગલાં ભરવા ખૂબ અનિવાર્ય બની જાય છે કારણ કે દિવાળીના પર્વે લોકો પોતાના ઘર અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બોટાદના જાગૃત નાગરિક હાર્દિકભાઈ ભટ્ટે શહેરની સ્વચ્છતાનો મુદ્દો ઉજાગર કરતી અનોખી પહેલ કરી હતી. તેમણે બોટાદ શહેરના અલગ-અલગ 14 સ્થળોએ જોવા મળેલી ગંદકી અને કચરાના ફોટોગ્રાફ્સ સ્વચ્છ ભારત મિશનના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલી દરેક સ્થળ માટે અલગ-અલગ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. આ તમામ ફરિયાદોના અલગ ફરિયાદ નંબર પણ પ્રાપ્ત થયા છે જેમાં હાર્દિકભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, સ્વચ્છતા માત્ર સરકાર કે નગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પણ એટલી જ જવાબદારી છે. પોતાનું ઘર સ્વચ્છ રાખવાની સાથે શહેર સ્વચ્છ રહે તે માટે નાગરિક તરીકે ફરજ નિભાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તમામ 14 સ્થળોએથી કચરો દૂર કરી નિયમિત સફાઈ જાળવવા તંત્રને અપીલ કરી છે ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે છતાંય આળસી નગરપાલિકા સ્વચ્છતા માં દિન પ્રતિ દિન પીછે હટ કરી રહ્યું છે સ્થળના ફોટોગ્રાફ્ પણ મોકલી આપવામાં આવ્યા છે છતાંય સ્વચ્છતા કેમ નહીં આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો