રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે VHP, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા નોન વેજના વેચાણ પર એક મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનો દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે શ્રાવણ માસ દરમિયાન પશુહત્યા પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે અને શહેરમાં ચાલતા કતલખાનાઓ તથા માસ-મટનના વેચાણ કેન્દ્રોની તપાસ કરવામાં આવે. જો કોઈ સ્થળે લાગુ કાયદા અથવા નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
