બોટાદ જિલ્લામાં રાણપુર બાર એસો.ની ચૂંટણીમાં એક પણ ફોર્મ નહીં ભરાતા શુક્રવારે સવારે 11:00 કલાકે એસો.ની બેઠક બાર રૂમમાં ચૂંટણી અધિકારી પી. પી. બાવળીયાના અધ્યક્ષ સ્થાને તમામ વકીલોની ઉપસ્થિતમાં મળી હતી. જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે રાણપુર બાર એસો.ના પ્રમુખ તરીકે બીજી વખત પ્રમુખ એડવોકેટ ચાંપરાજસિંહ ડોડીયાને બિનહરીફ્ ચૂંટી કાઢયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે દિલીપભાઈ ભરાડીયા, સેક્રેટરી તરીકે ગોવિંદભાઈ જાદવ, ખજાનચી તરીકે ઘનશ્યામભાઈ ભુવા તથા લાયબ્રેરીયન તરીકે સાહિદભાઈ કોઠારીયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેને તમામ વકીલોએ હર્ષ ભેર વધાવી લીદ્યી હતી.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









