બોટાદ જિલ્લામાં સમાજની શૈક્ષણિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવાના ઉમદા હેતુથી સમસ્ત કડવા પાટીદાર સમાજ, લાઠીદડ દ્વારા ઉમા કેમ્પસ ખાતે તા. 7 નવેમ્બરના રોજ 'તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 85 ઇનામો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પાયલબેન માથોળિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવેલા આર્થિક સહયોગ બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું ભાવવાહી અને આકર્ષક સંચાલન જાણીતા કાર્યક્રમ સંચાલક તથા શબ્દસાધક મોટકા મહેશે કર્યું હતું. જ્યારે કાર્યક્રમને સફ્ળ બનાવવા લાઠીદડના કર્મયોગી ગોલ્ડ ગ્રુપે વિશેષ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતું આ આયોજન નવી પેઢીમાં શિક્ષણ પ્રત્યે રુચિ અને ઉચ્ચ સિદ્ધિ મેળવવાની પ્રેરણા પૂરી પાડનારું બન્યું હતું.
