યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બુધવારના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહે સહપરિવાર સાથે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ દાદાના દરબારમાં શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેઓએ પુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, દાદાને ધજા અર્પણ કરી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને રમતજગતની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Bharuch: ભરૂચ જિલ્લામાં 250થી વધુ શકમંદ બાંગ્લાદેશીઓ ડિટેઇન









