બજારમાં ભાવ 1300 થી 1450 વચ્ચે ચાલી રહ્યા હોય ત્યારે સીસીઆઈમા સારા ભાવથી ખેડૂતો માટે રાહતરૂપ બન્યા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે પલળેલા અને બી-ગ્રેડના કપાસ અંગે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ APMC તેમજ જીનીંગ સંચાલકો દ્વારા બી ગ્રેડ કપાસની સીસીઆઈ ખરીદી કરે તેમાટે સરકારમાં રજુઆત કરવાનું નક્કી કરાયુ છે.


સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી

બોટાદમાં આજે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી. એપીએમસીના ચેરમેન, સીસીઆઈના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો દ્વારા શ્રીફળ વધેરી કપાસ ખરીદી શરૂ કરાઈ. બોટાદ જિલ્લામાં સૌથી વધારે ૧.૫૩ હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયેલ છે તેમજ અત્યાર સુધી 4000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે, જ્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સતત ચાલુ છે. શહેરના 12 કેન્દ્રોમાં સીસીઆઈ દ્વારા ખરીદી કામગીરી શરૂ કરાઈ છે.

બી-ગ્રેડનો કપાસ પણ ખરીદીમાં આવે તે માટે અમે સરકાર સમક્ષ રજૂઆત કરાશે

ખેડુતોએ જણાવ્યું કે, બજારમાં તો અમને 1300-1450 સુધીનો જ ભાવ મળતો હતો. પણ સીસીઆઈ 1612 રૂપિયા આપે છે એટલે અમને આ ભાવથી ખુશી છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોના ખેતરમાં કપાસ પલળી ગયા છે. આવા પલળી ગયેલા કપાસની પણ સીસીઆઈ દ્વારા ખરીદી કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

બી-ગ્રેડ અને વરસાદથી પલળેલા કપાસ અંગેની અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે

બોટાદ એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવાયું છે કે, બી-ગ્રેડ કપાસને પણ ખરીદીમાં સામેલ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમજ કોટન જીનીંગ એસોસિએશન દ્વારા બી-ગ્રેડનો કપાસ પણ ખરીદીમાં આવે તે માટે અમે સરકાર સમક્ષ રજૂઆત કરીશું. "જ્યાં એક તરફ સીસીઆઈના ઊંચા દર ખેડૂત માટે રાહતરૂપ બન્યા છે, ત્યાં બી-ગ્રેડ અને વરસાદથી પલળેલા કપાસ અંગેની અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. ત્યારે પલળેલા કપાસની પણ સીસીઆઈ ખરીદી કરે તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો :Tharadમાં ખાતર લેવા માટે હજુ પણ ખેડૂતોની લાઈન યથાવત, જુઓ Video



  • Follow us on: