બોટાદ જિલ્લાનાં વાહન ખરીદનારાઓને મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 15-03-2026થી નોન ટ્રાન્સપોર્ટ ટૂ વ્હિલર GJ33N, ફોર વ્હિલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T સીરીઝના સિલ્વર-ગોલ્ડન પસંદગીના નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ ઑક્શનથી ફાળવવામાં આવશે.
વાહન ખરીદ્યાના દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે
જેથી વાહન ખરીદીના 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદીના દિવસ-7 (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લિકેશન parivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
