આ તાલીમ દરમિયાન અકસ્માત બને ત્યારે સૌપ્રથમ કયા પગલાં લેવા, ઘટનાસ્થળે સુરક્ષા કેવી રીતે જાળવવી, ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવાની યોગ્ય રીતો તેમજ ઇમરજન્સી સેવાઓને સમયસર જાણ કરી તાત્કાલિક સહાય પહોંચાડવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અકસ્માતોમાં “ગોલ્ડન અવર”નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું

કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતોમાં “ગોલ્ડન અવર”નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સામાન્ય નાગરિકો સમયસર મદદ કરી કેવી રીતે જીવ બચાવી શકે તે બાબતે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને ૧૦૮ ઇમરજન્સી સેવાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારની તાલીમનો મુખ્ય હેતુ અકસ્માત સમયે સ્થળ પર હાજર બાયસ્ટેન્ડરોને યોગ્ય રીતે સક્ષમ બનાવી જીવ બચાવવાની સંભાવનાઓ વધારવાનો તથા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે.