રાણપુર : બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના બોડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ, બોડીયા ગામ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે કુલ 106 બોટલ વિદેશી દારૂ સાથે આશરે કુલ રૂ. 16,300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કામગીરી દરમિયાન અનિલભાઈ મનાભાઈ મકવાણા નામના 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ મામલે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.

Kutch News: અબડાસા સરહદે વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર કરતા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ









