બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશને કોર્ટ દ્વારા સાત વર્ષની સાદી કેદની સજા ફ્ટકારવામાં આવ્યા બાદ ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરીને નોંધપાત્ર કામગીરી કરી છે. કોર્ટમાંથી સજા પામેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. બરવાળા વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક ચિંતન પટેલના માર્ગદર્શન મુજબ રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલ પોતાના સ્ટાફ્ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જાવક નં. 457/2026, તા. 29-07-2026 મુજબ સાત વર્ષની સાદી કેદની સજા પામેલા હકુભાઈ ભીખાભાઈ બામ્ભા (રહે. ગઢીયા, તા. રાણપુર), પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ દોદરીયા (રહે. પાટણા, તા. રાણપુર), ગોવિંદભાઈ જાગાભાઈ ગાંગડીયામીર (રહે. પાટણા, તા. રાણપુર) તેમજ મેરુભાઈ ઉર્ફે રમેશભાઈ ગંભુભાઈ અંબાળીયા (રહે. રોજકા, તા. ધંધુકા, જી. અમદાવાદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલના નેતૃત્વ હેઠળ એએસઆઈ દશરથભાઈ રણછોડભાઈ, એ.હે.કો. ઝાલાભાઈ વશરામભાઈ, એ.હે.કો. લગધીરસિંહ અજીતસિંહ, એ.હે.કો. મહાવીરસિંહ રઘુવીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ બહાદુભાઈએ શ્રોષ્ઠ કામગીરી બજાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો