22

બોટાદના તાજપર ગામે પાટી રોડનું કામ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે. રોડનું કામ ચાલુ હોવા છતાં વાહનચાલકો માટે કોઈ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હોવાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. ચાલુ માર્ગ પર ખોદકામ કરીને કાઢવામાં આવેલી માટીના ઢગલા ઠેરઠેર મૂકી દેવાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.આ માર્ગ પર મોટા વાહનોની અવરજવર પણ સતત ચાલુ રહે છે. દરમિયાન તા. 28 સપ્ટેમ્બરના રોજ અકસ્માતની ઘટના બન્યાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં વાહનચાલકોની સલામતી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.ગ્રામજનોએ રોડ પરના ખોદકામના ઢગલા દૂર કરી યોગ્ય ડાયવર્ઝન અને સલામતીની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કામગીરીમાં નીતિમત્તાને નેવે મૂકવામાં આવી રહી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો