રાણપુર : બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક્ષક કે.ડી. નિનમા તથા કાર્યપાલક એન્જિનિયર પી.જે. કણજારિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ પીજીવીસીએલ રાણપુર પેટા વિભાગીય કચેરી ખાતે સેફ્ટી પરેડ અને સેફ્ટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન નાયબ એન્જિનિયર આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં વીજ સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ કામગીરી દરમિયાન અકસ્માતમુક્ત અને સુરક્ષિત કાર્યપદ્ધતિ સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે સેફ્ટી મોકડ્રિલ દરમિયાન કર્મચારીઓને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ, હેન્ડ ગ્લોવ્ઝ, સેફ્ટી શૂઝ, રોડ અર્થીગ સેટ સહિતના સલામતી સાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: