શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ. શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ 11-01-2026ને રવિવારના રોજ શ્રીકષ્ટભંનજન દેવને મોસંબી, કિવી, કેળા વિગેરે ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો તથા દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાંઆવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: