સાળંગપુર : બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજીત તા.11-07-2026, શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને દિવ્ય શણગાર સાથે કેરી, કેળાં અને તરબૂચ વગેરે ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા, સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દિવ્ય દર્શન કરી હજારો દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજનદેવના નારાઓથી ગુંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો