બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવના મંદિરે શ્રાવણ માસ અંતર્ગત શનિવાર અને સ્વતંત્રતા દિવસના અવસરે દાદાને ત્રિરંગાની ડિઝાઈનવાળા વાઘા અને ત્રિરંગા થીમનો શણગાર સાથે વિવિધ ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતા. આ પ્રસંગે શ્રી હનુમાનજીની વિરાટ મુખાકૃતિ તથા કાળા દ્રાક્ષ અને અન્ય ફ્ળોથી બનાવેલું દિવ્ય શિવલિંગ, ફ્ળોમાંથી જ ટેડી બેર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત શનિવારે દાદાને કેળા, સફરજન, કેરી, ચીકુ, પપૈયા, જામફ્ળ, મોસંબી, અનાનાસ સહિત વિવિધ ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મંદિર યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી.શ્રાવણના માસના પ્રથમ શનિવારે મોટીસંખ્યામાં ભાવિકોએ દાદાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો