યાત્રાધામ સાળંગપુર નજીક આવેલા ગુંદા ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક i10 કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી છે.
ભારે ટક્કરને પગલે કારનો કચ્ચરઘાણ
મળતી માહિતી મુજબ, બરવાળા-સાળંગપુર હાઈવે પર આવેલી ગુંદા ચોકડી પાસે માર્ગ પસાર કરી રહેલી i10 કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.










