સાળંગપુરધામમા આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારે શ્રી કષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો અને ગળગોટ-ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. આ સાથે દાદાનું સિંહાસનને કેસરી અને પીળા ગલગોટાના ફુલોથી શણગાર્યું હતું. સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો