સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરાયો.
ભકતોએ દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ લીધો
શણગાર કરી સવારે 05:૩0 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને ધાણી,ખજુર-ડાળીયા-તલના લાડું-મમરાના લાડુ-સીંગપાક વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.અનેક ભક્તો દ્વારા દાદાને ચઢવામાં આવી હતી. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

હોળી-ધુળેટીનો પર્વ પણ ઉજવાશે
હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.









