બોટાદ શહેરમાં રમતગમત વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શહેર અને જિલ્લાના ઉભરતા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


વિવિધ વયજૂથમાં રસાકસીભરી સ્પર્ધા

આ સ્પર્ધામાં અંદાજે 50 જેટલા ખેલાડીઓએ પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાને અલગ-અલગ વયજૂથોમાં વહેંચવામાં આવી હતી, જેથી નાના બાળકોથી લઈને યુવાનો સુધીના તમામ ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની સમાન તક મળી રહે. પાણીમાં ઝડપ અને ટેકનિકના સમન્વય સાથે ખેલાડીઓ વચ્ચે રસાકસીભરો જંગ જોવા મળ્યો હતો.

તજજ્ઞોનું માર્ગદર્શન

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમતગમત વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. સ્પર્ધા અંગે માહિતી આપતા સ્કૂલના આચાર્ય મહેશભાઈ ઝાપડીયા અને વ્યાયામ શિક્ષક ઉમંગ ડાભીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ જેવા આયોજનોથી સ્થાનિક કક્ષાએ છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે છે. આવા કાર્યક્રમોથી યુવાનોમાં શારીરિક ફિટનેસ અને રમતગમત પ્રત્યેની રુચિમાં નોંધપાત્ર વધારો થયો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 



  • Follow us on: