ચાણસ્મા પીઆઈ જીગર પટેલની ટીમ ધિણોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુણસર (ખલીપુર) ગામના ચેલસંગ ભવાનસંગ ઝાલા નામના શખ્સે ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવીને પડતર જગ્યામાં ગાડી મુકેલી છે. જેના આધારે પોલીસે રેડ કરતાં ગાડીની નજીકમાં કોઈ વ્યક્તિ ન મળતાં પોલીસે નજીકમાં રહેતા લોકોની પુછપરછ કરતાં તેમણે ગાડી ચેલસંગ ભવાનસંગ ઝાલાની હોવાનું અનેતેઓ મુકીને ઘરે ગયા હોવાનું જણાવતાં પોલીસે તેના ઘરે તપાસ કરતા તે હાજર ન હોવાથી ગાડીની ચાવી મેળવી અંદર તપાસ કરતાં રૂ. 41 હજારનો વિદેશી દારૂ મળી આવતાં પોલીસે 10 લાખની ગાડી સહિત વિદેશી દારૂ કબજે કરી ચેલસંગ ભવાનસંગ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો