પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ બી.એન. ચૌધરીની ટીમ ચાણસ્મા પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચાણસ્માના ઝિલીયા ગામથી કેશણી તરફ્ના માર્ગ પર આવેલ પુલની પાસે બાવળની ઝાડીઓમાં એક શખ્સ દેશી હાથ બનાવટની બંદુક સાથે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખીને તપાસ કરતાં સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામનો સાજન જુમ્માભાઈ સિંધી મળી આવતાં પોલીસે તેની પાસેથી રૂ. પાંચ હજારની દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી ચાણસ્મા પોલીસ મથકે લાવીને કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો