ચાણસ્મા તાલુકાના પિંપળ ગામે આવેલ બી. એસ. પટેલ સર્વોદય હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા આગામી બોર્ડ પરીક્ષાલક્ષી ધો.10 ના પરિણામ સુધારણાના હેતુસર એક વિશેષ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન ખાસ કરીને ધો.10 ના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે ખાસ આયોજન અને માર્ગદર્શન રજુ કરવામાં આવ્યું હતું. શાળા નિયમિતતા, અભ્યાસનું નિયોજન અને ઘર બેઠા અભ્યાસનું વાતાવરણ પૂરૂં પાડવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ તદ્પરાંત વર્તમાન સમયમાં બાળકોમાં વધી રહેલા મોબાઈલના અતિશય ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ ન કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું.
