ચાણસ્મા તાલુકાના ઝીલીયા મુકામે યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સાર્વજનિક હાઈસ્કૂલ બ્રાહ્મણવાડાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત કલા અને ખંતના જોરે વિવિધ વિષયની સ્પર્ધાઓમાં ઝળહળતો વિજય મેળવી શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત કલાકુંભમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને કલાત્મક ક્ષેત્રે અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના વિવિધ વિભાગોમાં મેળવેલ સફ્ળતાની વિગતો નીચે મુજબ છે. વિદ્યાર્થીઓની આ બહુમુખી પ્રતિભા અને અપ્રતિમ સફ્ળતા બદલ શાળાના આચાર્ય શિક્ષકગણ, શાળા સંચાલક મંડળ તથા ગ્રામજનોએ વિજેતા તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન પૂરૂ પાડનાર શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તે માટે તમામને તેમને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો