ડીસાની પોસ્ટ ઓફિસ પાસે આવેલ અંબાજી માતાજીના મંદિર નજીક બુધવારે સવારે એક રહેણાંક મકાનમાં વીજ ફોલ્ટના કારણે શોર્ટ-સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં ડીસા નગરપાલિકા ફાયર-ફાઈટર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ફાયર-ફાઈટરની ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ 52 કાબૂ મેળવ્યો હતો. જ્યારે એક મકાનમાં શોર્ટ-સર્કિટના આગ ભભૂકી ઉઠતાં યુજીવીસીએલની ટીમને જાણ કરતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ યુજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. જ્યારે આગની જાણ થતાં ઘટનાસ્થળે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટયા હતા. ડીસા નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ફાયર સ્ટેશન પર ફાયર મેન-કમ ડ્રાઈવર ધનરાજ પરમાર, ફાયર મેન મનુસિંગ સોલંકી, ફાયર મેન-કમ ડ્રાઈવર દુષ્યંત જાદવ અને ટીમ દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઝપટેમાં સંપૂર્ણપણે મકાનમાં પડેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મકાનમાં પડેલ માલ સામાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી મકાન માલિકને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.
