છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપની એક ભવ્ય રેલીમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાજપ દ્વારા આયોજિત આ વિજય વિશ્વાસ રેલીમાં જ્યારે કાર્યકરો ડીજેના તાલે અને ઢોલ-નગારા સાથે ઉત્સાહમાં નાચી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાય રેલીની વચ્ચે ઘૂસી આવી હતી.

ભીડ અને સંગીતના ઘોંઘાટને કારણે ગાય ભડકી

મળતી માહિતી મુજબ રેલી તેના નિર્ધારિત રૂટ પર આગળ જઈ રહી હતી ત્યારે ભીડ અને સંગીતના ઘોંઘાટને કારણે ગાય ભડકી હતી. ગાયે આક્રમક બનીને રેલીમાં હાજર લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ગાયે એકાએક દોડવાનું શરૂ કરતા રસ્તા પર ચાલી રહેલા અનેક કાર્યકરો તેની અડફેટે આવ્યા હતા. જે લોકો હજુ થોડી વાર પહેલા નારેબાજી કરી રહ્યા હતા, તેઓ અચાનક પોતાનો જીવ બચાવવા માટે આજુબાજુની ગલીઓ અને દુકાનોમાં દોડવા લાગ્યા હતા.

લોકોમાં ગભરાટ ફેલાયો

ડીજેના અવાજને કારણે ગાય વધુ વિફરી હતી, જેના પરિણામે દ્રશ્યો વધુ ભયાનક બન્યા હતા. કેટલાક કાર્યકરો જમીન પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયના ડરથી લોકો કઈ રીતે આમ-તેમ ભાગી રહ્યા છે. દનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ રેલીમાં અચાનક સર્જાયેલા આ વિઘ્નને કારણે થોડીવાર માટે સમગ્ર કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.


  • Follow us on: