ભીખાપુરા : છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકામાં ભાજપનું શાસન રેખાબેન બારીયા પ્રમુખ જ્યારે નરવત રાઠવા ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં નવરચિત કદવાલમાં 16 તાલુકા પંચાયત બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 8 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 8 બેઠક મળતા ટાઈ પડી હતી. જેને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. બંને પક્ષ સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ભાજપે સત્તા હાંસલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો