25
નસવાડી : નસવાડી સ્થિત સરકારી બી.એડ્. કોલેજ અને ચુનિલાલ હિમ્મતભાઈ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના જન્મદિન તથા સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કોલેજના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતા અને મૌલિકતાને પ્રોત્સાહન આપવા માટે રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોડીસાંજે કૉલેજના પવેશદ્વારે મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ આશીર્વાદના દીવડા પ્રગટાવાયા હતા. જે પ્રસંગે અધ્યાપકગણ, સ્ટાફ્ મિત્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને તાલીમાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
