છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક હોય જિલ્લા કક્ષાએ જિલ્લાની વડી કચેરીઓ આવેલી હોય જે કચેરીઓમા જિલ્લાના 7 તાલુકાની પ્રજા મહત્વના સરકારી કામકાજ અંગે આવતી હોય અને મહા મુસીબતે લાંબો સફર ખેડીને જિલ્લા મથકે પહોંચે ત્યારે મુખ્ય માર્ગ ઉપર આવેલું અને વડી કચેરી તરફ્ જવાનું દિશા નિર્દેશ કરતું સાઈન બોર્ડ જોવા ન મળે.


જેના કારણે નાગરિકોને અટવાઈ જવાનો વારો આવે છે. આ જગ્યાએ છેલ્લા બે માસ જેવા સમયથી આ સાઈન બોર્ડ તૂટીને ગટરમાં પડેલું આજેપણ જોવા મળી રહ્યું છે. વિચારવા લાયક બાબત એ છે કે રાહદારીને મહત્વની દિશા નિર્દેશ કરતી કચેરીઓના બોર્ડ આવી તૂટેલી હાલતમાં હોય તે ક્યાં સુધી વ્યાજબી છે ? શું તંત્ર પાસે આ સાઈન બોર્ડ નવા લગાડવાનો સમય પણ નહીં હોય ? તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે.

છોટાઉદેપુર નગરની વાત તો ઠીક છે. પરતું અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગામડાના સાઈન બોર્ડ પણ તૂટેલા જોવા મળી રહ્યાં છે. જ્યારે અજાણી વ્યક્તિને ગ્રામીણ વિસ્તારોમાં જવું હોય તો રસ્તો ભૂલો પડી જાય છે. અટવાઈ જવાની નોબત આવે ત્યારે દિશાનિર્દેશ કરતા બોર્ડ કામે લાગતા હોય છે.


  • Follow us on: