પ્રશ્નોનું સ્થળ પર જ સરળ નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આજ રોજ કવાંટ મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓ અને સેવાઓનો સીધો અને ત્વરિત લાભ લાભાર્થીઓને એક જ સ્થળેથી મળી રહે તેનો હતો.
આ પ્રસંગે 138-જેતપુર/કવાંટના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. આ તકે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ એ સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેનાથી લોકોને સરકારી દફ્તરોના બિનજરૂરી ફેરામાંથી મુક્તિ મળે છે અને ઘરઆંગણે જ તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ કાર્યક્રમમાં કવાંટના મામલતદાર , TDO તેમજ તાલુકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કવાંટ તાલુકાના વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો અને પોતાના વિવિધ કામગીરીઓનું સ્થળ પર જ સોલ્યુશન મેળવ્યું હતું.
