છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ મથકમાં નોંધાયો હતો. જે અંગે આરોપી પ્રકાશ નટુ રાઠવા (ઉં.19 ધંધો ખેતી રહે. બોરકંડા હોળી ફ્ળિયા તા. કદવાલ)ને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પારિવારિક ખેતર બાબતે ચાલતી તકરારમાં હત્યા કર્યાની આરોપીએ કબુલાત કરી હતી.


કદવાલ પોલીસ સ્ટેશનમાં તા.27-12-25ના રોજ બોરકંડા ગામે આવેલ તુવેરના ખેતરમાંથી એક બાળકીશોરીની લાશ મળી હતી. જેથી મળનાર લાશ બાબતે તપાસ કરતા આ બાળકીશોરી કદવાલ તાલુકાની હોવાનું જણાઇ આવ્યું હોય જેથી કદવાલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 (1) 238 ક મુજબ ગુનો નોંધાયો હતો જે ગુણો વણ શોધાયેલ હોય જેને શોધવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શનને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમએફ્ ડામોર તથા વી એન તડવીની સૂચનાને આધારે કદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ્ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી આરોપી અંગે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી તપાસ કરતા એક ઈસમ પ્રકાશ નટુ રાઠવા (રહે. બોરકંડા હોળી ફ્ળિયા તા. કદવાલ)ને શંકાને આધારે પૂછપરછ કરતાં શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં પરંતુ હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વે સોર્સીસના માધ્યમથી હકીકત જણાઈ આવેલ કે વ્યક્તિએ સદર ગુનો આચરેલ છે જેથી તેને અલગ અલગ ટીમો દ્વારા યુક્તિ પ્રત્યુક્તીથી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડયો હોય અને તેણે કબુલાત કરી હતી કે, ખેતર બાબતે તેના કુટુંબમાં ચાલતી તકરારને કારણે આ ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી.


  • Follow us on: