19
લગભગ 1800 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગ માટે રૂા.90 લાખની મંજૂરી અપાઇ હતી. માર્ગ પર ડામર કામ સાથે કાર્પેટ, સીલકોટ તેમજ રોડ ફિનિશિંગ સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરાઇ છે. ગુણવત્તાયુક્ત રીતે માર્ગનું કામ પૂર્ણ થતાં હવે રાયપુર, ખુશાલપુરા સહિત આસપાસના ગામોના લોકોને વધુ સુગમ આવન-જાવનની સુવિધા મળશે. રસ્તાની કામગીરી પૂર્ણ થવાથી ખેડૂતો, વિદ્યાર્થી, વેપારી સહિત રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોને ખાસ રાહત મળશે. ગામોને મુખ્ય માર્ગો સાથે જોડતી માર્ગ સુવિધા વધુ મજબૂત બનતા સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થા સુધરશે.
