. પાનવડ ગામમાંથી ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ગૌમાંસના ગેરકાયદે વેચાણ અને હેરાફેરીમાં સંકળાયેલા ત્રણ ઈસમોની રવાના કરી તેમની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 35 કિલોથી વધુ ગૌમાંસ, માંસ કાપવાના સાધનો તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાનવડ પોલીસના સ્ટાફ્ને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, પાનવડ ગામમાં રહેતો સલીમભાઈ ઉર્ફે બાબુ નૂરમહંમદ મકરાણી પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ લાવે છે અને તેનું વેચાણ કરે છે.
બાતમીના આધારે પાનવડ પોલીસની ટીમે સલીમભાઈના ઘરે અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરના પરિસરમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તુરંત જ બનાવ સ્થળે એફ્.એસ.એલ.(FSL)ની ટીમને બોલાવીને તપાસ કરાવતા, પકડાલે માંસ ગૌવંશનું (ગૌમાંસ) હોવાનું પૂરવાર થયું હતું. જેથી પોલીસે ગૌમાંસઃ 35.081 કિલોગ્રામ(કિંમત રૂ. 10,500 માંસ કાપવાના સાધન અને અન્ય વસ્તુઓ મળીને કુલ મુદ્દામાલઃ રૂ. 32,900 કબજે કરી સલીમભાઈ ઉર્ફે બાબુ નૂરમહંમદ મકરાણી ઉંમરઃ 44 વર્ષ જા રહેવાસીઃ પાનવડ, તા. કવાંટ, જી. છોટાઉદેપુર સહેજાદ સલીમભાઈ ઉર્ફે બાબુ મકરાણી ઉંમરઃ 24 વર્ષ જા રહેવાસીઃ પાનવડ, તા. કવાંટ, જી. છોટાઉદેપુર સાહિદભાઈ શકીલભાઈ કુરેશી ઉંમરઃ 19 વર્ષ જા રહેવાસીઃ ગઠબોરીયાદ, તા. નસવાડી, જી. છોટાઉદેપુરની ધરપકડ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો