નસવાડી તાલુકાની રાયણઘોડા પ્રાથમિક શાળાનો 46મો સ્થાપના દિનની બાળકો દ્વારા કેક કાપીને ઉજવણી કરાઇ હતી. શાળાના તમામ બાળકોને ચોકલેટ્સનું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે શાળાના આચાર્ય મુકેશકુમાર વી. ભીલ દ્વારા શાળાના તમામ બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ આર. રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશ કે. રાઠવા, બી.આર.સી. કોઓર્ડિનેટર અમીર દિવાન, રાજ્ય પ્રતિનિધિ રાજેશ વસાવા, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંત તડવી,CRC કો-ઓર્ડિનેટર મનીષ મહાલા તેમજ ભરત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળાની શૈક્ષણિક પ્રગતિ તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે શુભકામના વ્યક્ત કરી હતી. જેનું આયોજન શાળાના આચાર્ય અને શિક્ષિકા કામિનીબેન સોની અને મધુબેન બારીયા દ્વારા કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો