સંખેડાના પંચેશ્વર નજીક ઓરસંગ પટમાં ચાલી રહેલ ગેરકાયદે રેતી ખનન જગ્યા ઉપર વહેલી સવારે રેડ કરનાર છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ તંત્રને 9 ટ્રકો સહિત એક મશીન પકડી પાડવામાં સફ્ળતા મળ્યા બાદ આ મુદ્દામાલને સંખેડા ગોજપુર સ્ટેશન નજીક રેતી સ્ટોકના ખુલ્લા મેદાનમાં મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દોઢ દાયકા અગાઉ વગર હરાજીએ ફાળવાયેલ તમામ રેતીની લીઝો બંધ કરી હાલમાં બ્લોક હરાજી હેઠળ રેતીની લિઝો શરૂ કરેલ છે, પરંતુ રેતીનો સંગ્રહ જાળવી રાખવા જેના માલિકો અન્ય જગ્યા ઉપરથી રેતી ખનન કરી સરકારી ખજાનાને નુકસાન કરી રહ્યા હોવાનું છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગના ધ્યાને આવતા વહેલી સવારે ટીમ સાથે સંખેડા પંચેશ્વરના ઓરસંગ પટમાં રેઈડ પાડી હતી. જે દરમિયાન રેતી ભરેલી ત્રણ અને છ ખાલી ટ્રકો મળી કુલ નવ ટ્રકો સહિત એક મશીનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી હતી. જ્યારે વાહન ચાલકોએ તેમની પાસેથી નિયમ અનુસાર વજન સુધીના રૂ.500 અને તેનાથી વધારે ભરેલ રેતીના ટન દીઠ રૂા.300 મુજબ રકમ વસૂલી રોયલ્ટી આપતા કાયદેસરની રેતી લીઝ સમજી ભરવા માટે આવ્યા હતા, ત્યારે આવા સંજોગોમાં કસુરવારો પાસેથી જરૂરી દંડ વસૂલ કરી તેમના વાહનો છોડી દેવા જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો