કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી.

બાળકોમાં રમતગમત પ્રત્યે રસ અને ઉત્સાહ વધે તેમજ તેમની શારીરિક અને માનસિક ક્ષમતાનો વિકાસ થાય તે હેતુથી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. બાળકોમાં રમતો દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

રમતોત્સવ પૂર્ણ થયા બાદ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામો મળતાં બાળકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેમનો ઉત્સાહ વધ્યો હતો.

શ્રી મહાકાલ યુવક મંડળ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ પ્રયાસને વાલીઓ તથા ઉપસ્થિતોએ પણ આવકાર્યો હતો. આવા કાર્યક્રમો થકી બાળકોમાં રમતગમતની સાથે શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમ ભાવના અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો