બોડેલી : બોડેલી, અલીપુરા, ઢોકલીયા વિસ્તારમાં દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહેતા લોકો બજારમાં ખરીદી કરવા નીકળતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક રાજધાની ગણાતું બોડેલી નગરમાં સંખેડા, નસવાડી, પાવીજેતપુર, જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોવાથી બોડેલી પંથકમાં વિવિધ વિસ્તારમાં ફ્ટાકડાની દુકાનો મંડાઈ ગઈ છે. દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહેતા દુકાનદારો એ દુકાન આગળ મંડપ બાંધી વિવિધ ચીજ વસ્તુનું વેચાણ થતું જોવા મળ્યું હતું. ભારતનો સૌથી મોટો તહેવાર ગણાતો દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી બાકી રહેતા બોડેલીના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મુખ્ય માર્ગ પર અનેક જગ્યાએ ટ્રાફ્કિ જામ જોવા મળ્યો હતો. લોકો નવા કપડાં, દાગીના, ઇમિટેશન, ફૂટવેર, ડેકોરેશનની સામગ્રી, રંગોળીના કલર, દિવાળીના સ્ટીકર, મીઠાઈ, દિવાળીની વાનગી બનાવા માટેની સામગ્રી ખરીદવા લોકોની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. મોંઘવારી અને મંદી હોવા છતાં દિવાળી નજીક આવતા બોડેલી નગરમાં નવા વર્ષના આગમનને વધાવવા માટે બોડેલી નગરમાં લોકોને ઉત્સાહ ઓછો જણાતો હતો.
