નસવાડી તાલુકામાં આજે રવિવાર હોવા છતાં વિવિધ બેંકોની શાખા ગ્રાહકો માટે ચાલુ રખાઇ હતી. બેંક કર્મચારીઓ દ્વારા સોમવારથી ત્રણ દિવસની હડતાળનું એલાન કરાયું હોવાથી બેંકિંગ સેવાઓ ખોરવાય નહીં અને ગ્રાહકોને અગવડતા ન પડે તે હેતુથી આજે રવિવારે બેંકો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેંક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસના વર્કિંગ વીક સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાળનું આહવાન કરાયું છે. હડતાળના કારણે સતત ત્રણ દિવસ બેંકિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા છે. જેના પગલે આજે રવિવારે જ ગ્રાહકોને બેંકિંગ વ્યવહારો કરવાની તક મળી રહે તે માટે શાખાઓ કાર્યરત રખાઇ હતી. નસવાડી તાલુકાના બેંક ગ્રાહકો માટે રવિવાર હોવા છતાં બેંકો ખુલ્લી રહેતા રોકડ ઉપાડ, જમા સહિતના જરૂરી બેંકિંગ કામકાજ કરાયું હતું. જોકે કઈ શાખામાં કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે તે અંગે ગ્રાહકોએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો જરૂરી રહેશે. રવિવારે બેંકો ચાલુ રહેવાના નિર્ણયથી હડતાળના દિવસોમાં પડનારી સંભવિત મુશ્કેલી પહેલાં જ બેંકિંગ કામકાજ પૂર્ણ કરવાની ગ્રાહકોને તક મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો