છોટાઉદેપુર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં ચૂંટણીપંચ દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. જેમાં છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં.4માં અનુસૂચિત આદિજાતિની બેઠક જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને સભ્ય મંજુલાબેન કિશનભાઇ કોલીની બેઠક ખાલી પડતા તે બેઠક માટે પેટાચૂંટણીનું મતદાન પણ તા.11-10-26ના શરૂ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મંજુલાબેન કિશનભાઇ કોલીનો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવાનો હુકમ કરાયો હોય અને કાયદાકીય કાર્યવાહી બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ દાખલો રદ કરતા મંજુલાબેનનું સભ્યપદ અને પ્રમુખ પણ રદ થયું હતું. હવે આ અનુસૂચિત આદિજાતિ વોર્ડ નં. 4ની બેઠક ખાલી પડતા તેની ચૂંટણીની માટેનું મતદાન તા.11-10-26 ભારે રસાકસી ભર્યું શરૂ થયુ છે. આ નગરપાલિકાની વોર્ડ નં. 4ની સામાન્ય ચૂંટણીમાં પણ ભારે પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો હોય. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે છે. જ્યારે રવિવાર તા.11-10-26 મતદાનની તારીખ નક્કી કરાઇ હોય શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. મત ગણતરી એટલે કે પરિણામ માટે 13-10-26 તારીખ નક્કી કરાઇ છે. મોડી સાંજ સુધી તમામ બુથ ઉપર 66.06% મતદાન નોંધાયું હતું.
