છોટાઉદેપુર જિલ્લો હાલ ચોમાસાની ઋતુ અને અનુકૂળ વાતાવરણને કારણે કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠયો છે. ચારે તરફ્ ફેલાયેલી લીલીછમ હરિયાળી અને આહ્લાદક વાતાવરણ વચ્ચે જિલ્લાના જંગલોમાં થનગનાટ કરતા મોરના દ્રશ્યો જોવા મળ્યાં છે. જેણે પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી લીધું છે.
છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં મોર દ્વારા કરાતી કળા (નૃત્ય) અને તેના મધુર ટહૂકાએ સમગ્ર વાતાવરણને અત્યંત ખુશનુમા બનાવી દીધું છે. મેઘરાજાની હેલી અને ડુંગરાળ વિસ્તારની હરિયાળી વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોર જ્યારે નૃત્ય કરે છે. ત્યારે આ નજારો જોવાલાયક બને છે. વનરાજીની વચ્ચે મોરની સુંદર હિલચાલથી સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળે છે.
