16
છોટાઉદેપુર જિલ્લામાં જમીન દફ્તર (લેન્ડ રેકોર્ડ) વિભાગના વર્ગ-3ના કર્મચારી પોતાની માંગોને લઈને તા.21 સપ્ટેમ્બર-26થી કામ બંધ કર્યું હતું. તા.29મીએ વીજળીક હડતાલ પર ઉતર્યાં હતા.

16
છોટાઉદેપુર જિલ્લામાં જમીન દફ્તર (લેન્ડ રેકોર્ડ) વિભાગના વર્ગ-3ના કર્મચારી પોતાની માંગોને લઈને તા.21 સપ્ટેમ્બર-26થી કામ બંધ કર્યું હતું. તા.29મીએ વીજળીક હડતાલ પર ઉતર્યાં હતા.
છોટાઉદેપુર જિલ્લા યુનિટના લેન્ડ રેકોર્ડ (જમીન દફ્તર) વિભાગના વર્ગ-3ના કર્મીઓએ પડતર પ્રશ્નો અને ખાસ કરીને ગ્રેડ પે સુધારાની માંગણી સાથે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે અન્ય સરકારી વિભાગોની સરખામણીમાં તેમના વિભાગમાં ગ્રેડ-પે ઓછો અપાઇ રહ્યો છે. જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળે છે. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે, સમાન લાયકાત અને કામગીરી હોવા છતાં બીજા વિભાગોના કર્મીઓની તુલનામાં લેન્ડ રેકોર્ડ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. બીજા વિભાગો કરતાં અમારા વિભાગમાં ગ્રેડ-પે ઓછો કેમ તેવી અગાઉ અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ ન આવતા આખરે તેમણે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. હડતાલને કારણે છોટાઉદેપુર જિલ્લામાં જમીનને લગતી અરજીઓ, નકશા, હદ માપણી અને રેકોર્ડને લગતી સરકારી કામગીરી ઠપ થઈ છે. અરજદારો અટવાઇ ગયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો