ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજયમાં તા.12થી 18 નવેમ્બર 2026 દરમિયાન જનજાતિય ગૌરવ દિવસની સાપ્તાહિક ઉજવણી કરાઇ રહી છે. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર, જેતપુરપાવી અને સંખેડા વિધાનસભા વિસ્તારમાં મહાનુભાવોની પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. છોટાઉદેપુર વિધાનસભામાં છોટાઉદેપુર નગર સ્થિત ભગવાન બિરસા મુંડા, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને ડૉ. આંબેડકરની પ્રતિમા આસપાસના વિસ્તારને જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને અધિકારીઓએ સાથે મળીને સામૂહિક સફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં સાંસદ જશુભાઈ રાઠવા સહિત તાલુકાના વિવિધ સંગઠનોના આગેવાનો, ગ્રામજનો તથા અધિકારી ઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. ત્યાર બાદ મહાનુભાવો દ્વારા જિલ્લાના સાધુ સંતોના ઘરે જઈ ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનના માધ્યમથી સ્વચ્છતાની સામૂહિક જવાબદારીનો પ્રેરક સંદેશ આપ્યો હતો. સાથે જ જનજાતિ સમાજના મહાન નાયકોના અમૂલ્ય યોગદાન, સંઘર્ષ, બલિદાન અને ગૌરવશાળી વારસાનું સ્મરણ કરાયુ હતું. આ કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક અનેપરંપરાને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો