ગુજરાતના શિક્ષણ મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે એક દૂરોગામી નિર્ણય લેવાયો છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 200 નવી (RMSA) શાળાને મંજૂરી અપાઇ છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના વિકાસને વેગ આપવા માટે કુલ 10 નવી (RMSA) શાળા મંજૂર કરાઇ છે.


ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા દ્વારા નવીન શાળા મંજૂરીપત્ર જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમારને એનાયત કરી સન્માન કરાયું હતું. મંજૂર થયેલ શાળાઓની વિગતો આપતા DEO આનંદકુમાર પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની 10 શાળાને મળી હતી. જેમાં 8 શાળા RMSA કમ્પોસિટ મંજૂર થઈ છે. જે હયાત પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ કાર્યરત થશે, 1 સરકારી માધ્યમિક શાળા, 1 RMSA શાળા મંજૂર થઈ છે. છોટાઉદેપુર તાલુકાની ચિલારવાંટ, હરપાલપુરા અને ખડકવાડા શાળા, જેતપુર પાવી તાલુકાની બોરધા, ઓલિયાકલામ અને સુસ્કાલ શાળા, તેમજ કવાંટ તાલુકાની બિલધા અને નલવાંટ, તાલુકાના હરવાંટ, અને બોરધલી ખાતે નવી શાળા મંજૂર કરાઇ છે. જેને લઇ અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ શૂન્ય ટકા પર લાવી શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: