નસવાડી તાલુકાના તણખલા ગામમાં પોંચબા પાણી પુરવઠા દ્વારા સંપ દ્વારા પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા 9 દિવસથી 1.50 લાખ લિટરના સંપમાં પાણી નહી આવતા 6 હજારની વસતી ધરાવતા તણખલા ગામમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોએ હવાતીયા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામની વસ્તી અંદાજે છ હજાર છે, તેમજ છ થી 7 ફ્ળિયા ધરાવે છે. ગામમાં પાણી પુરૂ પાડવા માટે ગ્રામ પંચાયત પાસે માત્ર એક જ બોર છે, જે ઉનાળામાં સુકાઈ જાય છે .જેથી કરી ગ્રામ પંચાયતને ફ્ક્ત પોચંબા વોટર ફ્લ્ટિર પ્લાન્ટ પર જ નિર્ભર રહેવું પડે છે. જો પોચંબા પાણી પુરવઠા દ્વારા તણખલા ખાતે આવેલા સંપમાં પાણી આપવામાં ન આવે તો આખું ગામ પાણી વિના તરસે તેમ છે. જેથી કરી હાલ ગામના લોકોને પીવાના પાણી માટે હવાતીયા મારવા પડે છે.

સરપંચનું કહેવું છે કે છેલ્લા નવ દિવસથી પોચંબા વોટર ફ્લ્ટિર પ્લાન્ટ પુરવઠા દ્વારા પાણીનો સપ્લાય બંધ કરાયો છે. અધિકારીઓને રજૂઆતો કરી રહ્યા છીએ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો