સંખેડા તાલુકા સેવાસદન ખાતે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અંતિમ ઓપ અપાયો હતો. ત્રણ જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની બેઠકો માટે સાહિત્ય વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી. જેનું નિરીક્ષણ કરવા જનરલ ચૂંટણી ઓબ્ઝર્વેશન અધિકારી તેમજ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ગોકલાની આવી પહોચ્યા હતા.


સંખેડા તાલુકામાં આજે તા.26ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં આગળ વધી છે. સંખેડા જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે સંખેડા તાલુકા સેવાસદન ખાતે સાહિત્ય વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણી માટે 128 બુથ ઊભા કરાયા છે. જે પૈકીના ચાર બુથ સંવેદન શીલ જાહેર કરાયા છે.

સાહિત્ય વિતરણ બાદ 128 મતદાન કેન્દ્રો માટે 18 ઝોનલ ઓફિસર મારફ્તે 10 બસો તેમજ 87 ખાનગી વાહનો મારફ્તે પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા હતા. સંખેડા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 78021 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: