બોડેલી પંથકમાં દિપાવલી પર્વને લઇને બજારમાં ખરીદીનો મહાલ જામ્યો છે. ત્યારે પ્રકાશના પર્વને ઉજાગર કરતા નાનકડા માટીના કોડિયા, દીવડાની સામે રંગબેરંગી ફાઇબરના દીવડાએ આકર્ષણ જણાવ્યું છે. પરિવર્તનની છડી પોકારતા પર્વમાં હજારો વર્ષથી દીવડા કોડિયાનો ઉપયોગ થતો હતો. તેની સામે રંગબેરંગી આકર્ષક અવનવા ફાઇબરના દીવડા, કોડિયાનો ક્રેઝ વધતા માટીના દીવડા,કોડિયાનું મહત્વ ક્રમશઃ ઓસરવા માંડયું છે. જેને કારણે બોડેલી તાલુકામા છેલ્લા ઘણા વર્ષોથી માટીકામ કરતા કલાત્મક દીવડા કોડિયા બનાવતા ગણ્યા ગાંઠિયા કારીગરો બચ્યાં છે જેમના ધંધા ઉપર બેકારીની તલવાર લટકતા આ માટીકામનો ગૃહ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં આવી જતા ચિંતાનો વિષય બન્યો છે જબુગામ કુંભારવાડામાં રહેતા અનુભવી કારીગર નટુભાઈ પ્રજાપતિ ચાકડા ઉપર બેસી રોજના 150 થી 300 દિવાળી પર્વની આગળ દીવડા,કુલડી,કોડિયા બનાવી લે છે જો કે કાચી માટી માંથી બનાવતા કોડીયા માટે હાલ કારીગરોને માટીના અભાવે પણ તેમનો ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યો છે હવે માટી બહારથી વેચાતી મંગાવી પડતી હોવાથી સોના કરતા ઘડામણ મોંઘી પડે છે માટી સાથે નૃત્ય કરતી આંગળીઓના કસબથી ગણતરીની મિનિટોમાં કોડિયા, કુલડી,દીવડા બની જાય છે દોરીથી કાપી છુટા પાડી નિભાળામાં પકવી તેને રંગકામ કરી તૈયાર દિવડા બજારમાં મૂકે છે માંડ રોટલા ભેગા થાય તેટલું કમાવી લેતા પ્રજાપતિના કલા વારસો તેમના દીકરાઓ શીખવા તૈયાર નથી તેથી તેમના પછી આ કલા મૃતપ્રાય બની જાય તેવું દુઃખ વ્યક્ત કરતા આ પ્રજાપતિ કારીગરો આખા શહેરને અજવાળવા દીવડા બનાવે છે પરંતુ તેમના ઘરમાં ગરીબી બેકારી હતાશા નિરાશાનું અંધારું છે સરકાર આવા કલાકારોને સબસીડી પ્રોત્સાહન આપે તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો