છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઢાઢણીયા ગામેના એક જ પરિવારના પાંચ સભ્યોએ ખ્રિસ્તી ધર્મને ત્યજીને પૂનઃ સનાતન ધર્મ અપનાવી ઘર વાપસી કરી હતી.
સ્થાનિક હિંદુ સંગઠનો અને ગ્રામીણ અગ્રણીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પવિત્ર અગ્નિની સાક્ષીએ હવન પૂજન કરી, પરિવારના સભ્યોને જનોઈ અને રક્ષાકવચ ધારણ કરાવી વૈદિક પરંપરા મુજબ સનાતન ધર્મમાં આવકારવામાં આવ્યા હતા. જેમાં (1) ગુલીબેન દામજીભાઈ ડુ.ભીલ ઉ.વ.52 (2) સુકીબેન દામજીભાઈ ઉ.વ 24 ર્ષ (3) દિલીપભાઈ દામજીભાઈ ઉં.વ 22 (4) ધરમ દામજીભાઈ ઉં.વ 20 (5) અનિ દામજીભાઈ ઉં.વ 18એ ઘર વાપસી કરી છે. આ અંગે પરિવારે જણાવ્યું હતું કે, તેઓએ કોઈપણ પ્રકારના દબાણ કે લોભ-લાલચ વગર, સ્વૈચ્છિક રીતે પોતાની મૂળ સંસ્કૃતિ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. પૂર્વજોના ધર્મ પ્રત્યેના લગાવને કારણે તેઓએ આ પગલું ભર્યું છે.
