આદ્યશક્તિ જગદંબાની આરાધના અને ઉત્સવના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે નવરાત્રિના પ્રથમ નોરતે છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ (IPS) દ્વારા મા અંબાની પૂજા-અર્ચના કરી ભવ્ય આરતીનો લાભ લઇને નોરતાની શુભ શરૂઆત કરાવી હતી. આદ્યાશક્તિની આરાધનાના આ મહાપર્વે છોટાઉદેપુર પોલીસ પરિવાર પણ ભક્તિના રંગે રંગાયો છે. જે પ્રસંગે એમ.જે. ચૌધરી રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર, છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર એમ.એફ્. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર,LCB છોટાઉદેપુર આ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારના સભ્યો અને બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
